پیر، 11 مارچ، 2024

ભાઈ બહેનોના દરમિયાન વારસા વહેંચણીનો મસઅલો સવાલ નંબર ૪૬૦

 સવાર

બાપ ની મિલકત પર છોકરા ના હિસ્સા....

અમારા ઘર માં 3 ભાઈ, 1 માં,  6 બહેનો છે બાપ ની મિલકત છે તો બહેનો કા હાથ માં કેટલો હિસ્સો લાગે અને ભાઈ ના હાથ માં કેટલો હિસ્સો લાગે, શરીઅત પ્રમાને. તથા બહેનો ભાઈઓ જેટલા હિસ્સા માગે છે તે હલાલ છે કે નહિ ......

પ્રશ્ન પૂછનાર:

 રહેબાન હયાત



જવાબ

જયારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે કુલ વારસામાં થી કફન દફનનો ખર્ચ આપવામાં આવશે અને વસિયત કરી હોય તો કુલ માલમાંના ત્રીજા હિસ્સમાંથી આપવામાં આવશે અને તે પછી મૈયત પર કરજ હોય તો તેના કુલ માલમાંથી કરજ આપવામાં આવશે પછી બાકીની મિલકત શરિયત મુજબ વારસદારોમાં તેમના હિસ્સા પ્રમાણે વહેંચવામાં આવશે.


સવાલમાં પૂછેલ વિગતમાં જણાવ્યા મુજબ મરનાર ના વારસદારોમાં માત્ર પ્રશ્નમાં ઉલ્લેખિત વારસદારોજ છે, એટલે કે વિધવા અને 3 પુત્ર અને 6 પુત્રીઓ છે, અને તેના મૃત્યુ સમયે અન્ય કોઈ વારસદારો હયાત ન હતા, તેથી સમગ્ર રકમ  તેઓ ના વચ્ચે આ રીતે વહેંચવામાં આવશે કે પુત્રો ને પુત્રીઓ કરતા ડબલ હિસ્સો આપવામાં આવશે 


 તો આ મિલકતની વહેંચણી આ રીતે થશે કે કુલ માલના 84 હિસ્સા કરવામાં આવશે તેમાંથી વિધવા ને 12 હિસ્સા અને પુત્રોને (42) હિસ્સા આપવામાં આવશે અને પુત્રીઓને  (42) હિસ્સા આપવામાં આવશે. અને તેમના દરમિયાન આ રીતે તકસીમ થશે


માં ને 12 હિસ્સા

અને ભાઈઓ ને

(1) ભાઈ 14

(2) ભાઈ 14

(3) ભાઈ 14

અને બહેનોને

(1) બહેન 7

(2) બહેન 7

(3) બહેન 7

(4) બહેન 7

(5) બહેન 7

(6) બહેન 7


આ રીતે હિસ્સો કરી આપવામાં આવશે۔



તથા બહેનો ભાઈઓ જેટલા હિસ્સા માગે છે તે કુરાન અને હનીશમાં ફરમાવેલ મુજબ હુકમ ના ખિલાફ છે અને જો તેઓ લેશે તો તે ગુનેગાર થશે.


قرآن کریم میں ہے


( اللَّهُ فِي أَوْلَادِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ﴾ (النساء: 11).


تبیین الحقائق میں ہے


إذا اختلط البنون والبنات عصب البنون البنات فيكون للابن مثل حظ الأنثيين لقوله تعالى ﴿يوصيكم الله في أولادكم للذكر مثل حظ الأنثيين﴾ (تبيين الحقائق ٦/٢٢٤)


જવાબ લખી આપનાર:

 મુફ્તી આસીફ બિન મોહમ્મદ ગોધરવી 

کوئی تبصرے نہیں: